ધોરણ ૧૦ નું પરિણામ જાહેર, ટંકારા ઓરપેટ કન્યા વિધાલય શાળાનુ ૯૩.૨૯ ટકા પરિણામ

ટંકારા : આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. શાળાનું કુલ 93.29 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ઘોડાસરા શિવાનીએ 99.79 પર્સેન્ટાઈલ મેળવીને શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે બીજા નંબરે હળવદીયા ઋત્વીએ 99.28 પર્સેન્ટાઈલ અને ત્રીજા નંબરે જીવાણી પ્રિયાએ 99.02 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ ઉપરાંત શાળાની 2 વિદ્યાર્થિનીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. ગણિત વિષયમાં શાળાની માકાસણા ઋત્વા અને બારૈયા પ્રિયંકાએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. ગણિતમાં 28 વિદ્યાર્થિનીઓએ 90થી વધુ ગુણ મેળવ્યા છે.

વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ કાલરીયા, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, પંચાણભાઈ ભૂત, ટ્રસ્ટીઓ દિપકભાઈ, ડાહ્યાભાઈ બારૈયા , કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા સર્વે સ્ટાફના સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat