મોરબીના છેવાડાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મામલે હલ્લાબોલ

મોરબી શહેરના છેવાડે આવેલા લાયન્સનગર, ગોકુલનગર સહિતના વિસ્તારો સાથે તંત્ર હમેશા ઓરમાયું વર્તન દાખવે છે. છેવાડાના વિસ્તારના લોકોને રોડ રસ્તા, પીવાનું પાણી તેમજ સ્ટ્રીટલાઈટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધા આઝાદીના આટલા વર્ષો બાદ પણ મળી નથી જે મામલે રજુઆતોનો દોર ચલાવીને થાકી ગયેલા લત્તાવાસીઓએ તંત્રને લેખિત આવેદન પાઠવીને અલ્ટીમેટમ આપ્યું હતું જે પૂર્ણ થઇ જતા આજે છેવાડાના વિસ્તારના સ્ત્રીઓ અને પુરુષોનું મોટું ટોળું પાલિકા કચેરીએ ધસી આવ્યું હતું જે ટોળાએ પાલિકા કચેરીને ઘેરાવ કરીને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. છેવાડાના વિસ્તારના ગરીબ લત્તાવાસીઓ સાથે તંત્ર કેમ ઓરમાયું વર્તન દાખવે છે, સફાઈ રોડ રસ્તાના પ્રશ્નો ક્યારે ઉકેલાશે તેમજ અંધકારપટમાંથી આ વિસ્તારને ક્યારે મુક્તિ મળશે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ વિસ્તારના લોકોનો રોષ પારખીને તંત્રએ પણ નરમ વલણ દાખવીને પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી જોકે પ્રશ્ન ખરેખર ઉકેલાશે અને ઉકેલાશે તો ક્યારે તેવા સવાલો ઉઠવા નાજ્મી છે કારણકે આ વિસ્તારના લોકો છેલ્લા દોઢેક વર્ષથી લડત ચલાવી રહ્યા છે છતાં પરિણામ શૂન્ય જ છે. કાર્યવાહીના નામે પાલિકા માત્ર ખાતરીના ગાજર આપે છે જેથી લોકોનો રોષ ભભૂકી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat