


કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન જોધપર નદી ખાતે સંસ્થાના માધ્યમિક વિભાગના બિલ્ડિંગમાં સમાજ અને સંસ્થાના ઉત્કર્ષ માટે મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના પાટીદાર સમાજના આચાર્યઓ અને શિક્ષકમિત્રોની બેઠક મળી.કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન જોધપર નદી સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ઓ. પટેલ અને મંત્રી ભગવાનજીભાઈ કે.ઝાલરિયા ,ટ્રસ્ટી વેલજીભાઈ ઉઘરેજા (બોસ સિરામિક)તેમજ અન્ય ટ્રસ્ટીઓની સુચનાથી મોરબી તાલુકા ની તમામ સરકારી પ્રાથમિક શાળાના પાટીદાર પ્રતિનિધી શિક્ષકમિત્રોની બેઠક મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુ સંદીપભાઈ બી.આદ્રોજા ના માર્ગદર્શન અને સૂચન હેઠળ આજે બેઠક મળી હતી.આટલી વિશાળ સંસ્થામા વિદ્યાર્થી ઓની સંખ્યા ખૂબજ નહિવત છે જે પાટીદાર સમાજ માટે ચિંતાનો વિષય ગણાય.સૌના ચિંતન,સાથ સહકાર થકી સંસ્થાના શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે પ્રયત્નો વધારવા માટે હાકલ કરવામાં આવી.પ્લે હાઉસ, નર્સરી, કે.જી.,પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક,સાયન્સ કોલેજ અને બી.એડ.કોલેજ સુધીનું કાર્યક્ષેત્ર વિશાળ વટવૃક્ષ બને તે માટે જરૂરી આયોજન અને પ્રચાર પ્રસાર અર્થે સૌએ પ્રયત્નશીલ રહેવા સૂચનો થયા.ટ્રસ્ટી શ્રી વેલજીભાઈએ સંસ્થાને ફરી બેઠી કરવા માટે સંસ્થા ના ભાવિ આયામો અને આયોજન વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું.
મંત્રી બી.કે ઝાલરિયાએ આપણાં રહેલી શક્તિ સમાજના કામે લગાડવા હાકલ કરી અને પ્રમુખ પ્રવીણભાઈ ઓ પટેલે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ અને આ સંસ્થાનો વિકાસ જરૂરી છે તેમ જણાવ્યું. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ આ સંસ્થામાં રહી અભ્યાસ કરે તે માટે તમામ ટ્રસ્ટીઓ,સંચાલકો,શૈક્ષણિક સ્ટાફ અને ઉપસ્થિત પાટીદાર સારસ્વતઓ પ્રયત્ન શીલ બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કર્યો .સોસાયટી વાઈઝ અને ગ્રામ વાઈઝ સમિતિઓની રચના કરી પ્રચાર પ્રસાર માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું.
આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ વી.સરડવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણિયા,પાટીદારધામ ટ્રસ્ટના કિરીટભાઈ દેકાવડીયા અને પત્રકાર રોહનભાઈ રાંકજા વગેરે ઉપસ્થિત રહયા.આભાર દર્શનમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંદીપભાઈ બી.આદ્રોજા એ જણાવ્યું કે સંસ્થાના ઉત્કર્ષ માટે અમારી ટીમ હરહંમેશ પ્રયત્નશીલ બની રહેશે તેવો વિશ્વાસ ખાતરી સાથે વ્યક્ત કર્યો.આ કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ બરાસરા તથા તમામ સ્ટાફ અને સંસ્થાના વિદ્યાર્થીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.

