


આપણા દેશમાં ચીની માલ સામાનની આયત કરીને ચીનનું અર્થ તંત્ર વધારે મજબુત થાય છે જયારે ચીન એક બાજુ વારંવાર આપણા દેશમાં ધુસણખોરી કરીને પાકિસ્તાન સાથે મળીને શત્રુતાનો ભાવ રાખે છે તેમજ પાકિસ્તાન સાથે મળીને અવારનાવર હુમલા કરાવીને ભારતખંડની પ્રજાને હેરાન કરે છે આ કારણથી આપણી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોચે છે અને દેશમાં ચીની વસ્તુ ની આયતથી ઉધોગોમાં મંડીનું વાતાવરણ જોવા મળે છે જેને કારણે બેરોજગારી મોટો ભાર આ દેશને સહન કરવો પડે છે ત્યારે સ્વદેશી જાગરણ મંચ દ્વારા ચીની ચીજ વસ્તુના બહિષ્કારની મસમોટી સહી જુંબેશ ચાલવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં જોવા જઈએ તો એક કરોડથી વધુ દેશભક્તોઈએ સહી કરીને જુંબેશને આગળ ધપાવી છે.મોરબી જીલ્લામાં આ જુંબેશને સફળ બનાવવા માટે સ્વદેશી જાગરણ મંચ મોરબીના આગેવાનો મહેશ પટેલ,સુખદેવ દેલવાણીયા,આર.એમ.પટેલ,રાજેશ પરમાર તેમજ ડી.આર.સાંઘાણીએ પ્રયાસ હાથ ધર્યા છે.

