


હાલ ખાનગી શાળાની મનમાની સામે વાલીઓનું આંદોલન તેજ બની રહ્યું છે અને કમરતોડ ફી વધારાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ મોરબી જીલ્લાના વાલીઓ ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે શસ્ત્ર શોધી લીધું છે અને બાળકોને સરકારી શાળામાં જ અભ્યાસ કરાવવાનો સંકલ્પ કરી રહ્યા છે જેમાં હવે શિવનગર ગામ પણ જોડાયું છે.
મોરબી જીલ્લાના હરીપર-કેરાળા ગામે અનોખા અભિયાનની શરૂઆત કર્યા બાદ ટીકર ગ્રામજનોએ સંકલ્પ કર્યો હતો તો હવે તાજેતરમાં મોરબીના શિવનગર ગામે તેના બાળકોને સરકારી શાળામાં જ અભ્યાસ કરાવવાનો સંકલ્પ કર્યો છે. પંચાસરની નજીક આવેલ શિવનગરના વાલીઓએ ગુજરાત સ્થાપનાદિન નિમિતે રાત્રે એકત્ર થયા હતા અને માસ્ટર ટ્રેનર કુલદીપભાઈ જેઠલોજાને સાંભળ્યા હતા.
જેઓએ ગ્રામજનોને આ ફી અધિનિયમનથી દુર રહી તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને અપીલ કરી હતી કે તમામ વિદ્યાર્થીઓને ગવર્નમેન્ટ શાળામાં જ અભ્યાસ કરે તેવી અપીલ કરી હતી તે ઉપરાંત ગામનું ઢોલ ત્રાંસા “મિત્ર મંડળ” દ્વારા 1.30 લાખના ખર્ચે શાળાને એક સ્માર્ટ બોર્ડ ભેટ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે શિવનગર ગામના જ 8 બાળકો જેઓ મોરબી રહે છે તેઓ મોરબીથી શિવનગરની શાળામાં અપડાઉન કરવી અભ્યાસ કરાવશે
જે વાલીઓનું સરાહનીય કાર્ય છે..તથા ગામના જ 10 બાળકો કે જેઓ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરાવતા હતા તેઓ હવે ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કરશે આમ ખાનગી શાળા સંચાલકોની મનમાની કાબુમાં લેવા અને સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા વાલીઓ જાગૃત બની રહ્યા છે તો મોરબીમાં શરુ થયેલું આ અભિયાન આગામી દિવસોમાં જનઆંદોલનમાં પરિવર્તિત થાય તો નવાઈ નહિ.

