મોરબીમાં હવે બાળકો કરશે સેવાકીય પ્રવૃત્તિ, ઇન્ડીયન લીઓ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા બાળકોને સેવાકીય પ્રવૃતિની વિચારધારા આપવા માટે ઇન્ડિયન લીઓ ક્લબની રચના કરવામાં આવી છે જેના બાળ હોદેદારોનો અઆવ્તીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

        લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ઇન્ડીયન લીઓ ક્લબની રચના કરવામાં આવી છે આજના બાળકોએ આવતીકાલના નાગરિક છે ત્યારે ઇન્ડિયન લાયન્સની સ્વદેશી વિચારધારા બાળકોને આવે તેવા હેતુથી સંસ્થાની રચના કરાઈ છે ઇન્ડીયન લીઓ ક્લબ ૨૦૧૯-૨૦ ના હોદેદારો પ્રેસિડેન્ટ ત્રિવેદી વિસ્મય રવીન્દ્રભાઈ, વાઈસ પ્રેસિડેન્ટ એન્જલબા સહદેવસિંહ ઝાલા, વેદાંતભાઈ ત્રિવેદી, સેક્રેટરી હિરાણી જય મનીષભાઈ, જોઈન્ટ સેક્રેટરી રાઠોડ મયુર ચુનીભાઈ અને ટ્રેઝરર રામાવત વરુણ નવનીતભાઈ શપથ ગ્રહણ કરશે

        શપથ ગ્રહણ સમારોહમાં શપથવિધિ પુરોહિત તરીકે જ્યોતિબેન હાથી, અતિથી તરીકે શોભનાબા ઝાલા, જયશ્રીબેન વોરા, રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના અગ્રણી ઉપસ્થિત રહેશે તેમજ ઇન્ડીયન લાયોનેસ ક્લબના પ્રમુખ પ્રીતીબેન દેસાઈ, વાઈસ પ્રેસિડેન્ટ ધ્વનીબેન મારશેટ્ટી અને સેક્રેટરી મયુરીબેન કોટેચાની યાદીમાં જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat