


સામાકાંઠે વિસ્તારમાં એલ.ઈ.કોલેજ રોડ પર આવેલ સાર્થક વિદ્યામંદિર ભણતર સાથે સંસ્કાર અને શિસ્તના બીજ બાળકમાં રોપવા માટેનો ઉતમ પ્રયત્ન કરી રહી છે. તારીખ 24/09/2017 ને રવિવારના રોજ ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓની પિકનિક રાજકોટ (ફનવર્લ્ડ,પ્રધ્યુમનપાર્ક અને આજી ડેમ) ખાતે આયોજન કરેલ જેમાં સવારથી બપોર સુધી ફનવર્લ્ડમાં વિદ્યાર્થીઓ આનંદ કરી બપોરના ભોજનનું આયોજન ફનવર્લ્ડમાં જ હતું સામાન્ય રીતે બાળકો બહાર ફરવા જતાં હોય ત્યાં સંસ્કાર અને શિસ્ત ભૂલી જતાં હોય છે. પરંતુ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સ્વયં શિસ્તબદ્ધ થાળી લઈ હરોળમાં બેસી ગયા અને પૂર્ણ ભોજનમંત્ર બોલ્યા બાદ જ ભોજન કર્યું હતું. આ જોઈ ફનવર્લ્ડના સ્ટાફને પણ અચરજ લાગ્યું કે અહી ઘણીબધી સ્કૂલ પિકનિકમાં આવે છે પરંતુ આ પ્રકારની સ્વયંશિસ્ત પ્રથમ વખત જોઈ છે. આ પ્રકારના તેમના શબ્દો સાંભળી વિદ્યાલયના શિક્ષકો અને પ્રમુખ કિશોરભાઈ શુકલ ગૌરવની લાગણી અનુભવે છે.