


પતંજલિ પ્લે હાઉસમાં એલ.કેજી અને એચ. કેજીના નાના નાના ભૂલકાઓ ગરબા રમી માતાજીની આરાધના કરી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્લે હાઉસ ખાતે આયોજિત ગરબા સ્પર્ધામાં બેસ્ટ કોસ્ટયુમ અને બેસ્ટ ખેલૈયા સ્પર્ધા એમ બે કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં એલ કેજીમાં બેસ્ટ ખેલૈયામાં પ્રથમ સંઘાણી વ્યપિત અને દ્વિતીય રાઠોડ માનવ, એલ કેજીમાં બેસ્ટ કોસ્ટયુમમાં પ્રથમ ચાવડા દેવાંશી અને દ્વિતીય પટેલ શ્રેયાંસ, એચ કેજીમાં બેસ્ટ ખેલૈયાઓમાં પ્રથમ જમાકીય સંધ્યા અને જમાકીય યશવી, અને દ્વીતીય રકમપરા ધાર્મિ, એચ કેજીમાં બેસ્ટ કોસ્ટયુમ માં પ્રથમ ગોજીયા આનંદી અને દ્વિતીય જસાણી દેવ-ભોજાણી ધ્રુવ તથા પ્લે હાઉસમાં બેસ્ટ કોસ્ટયુમમાં પ્રથમ પટેલ જવીન અને દ્વિતીય સીણોજીયા હેત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.