Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાધેક્રિષ્ના સ્કૂલના ભૂલકાઓએ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કર્યું

આજે હનુમાન જયંતી નિમિતે શહેરમાં ઠેર ઠેર ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની શાળા કોલેજોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધેક્રિષ્ના વિદ્યાલય અને લીટલ ફ્લાવર્સ પ્રી સ્કૂલમાં ભૂલકાઓએ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરી ઉજવણી કરી હતી

મોરબીની રાધેક્રિષ્ના વિદ્યાલય અને લીટલ ફ્લાવર્સ પ્રી સ્કૂલમાં આજે હનુમાન જયંતી નિમિતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં હનુમાનજીની વેશભૂષા સાથે ભૂલકાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સીપાલ પીયુષભાઈ ચોટલીયા તથા આરતી રોહન દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી રવીન્દ્ર ભટ્ટ બાળકો અને શિક્ષકોને બિરદાવ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat