મોરબીના બાળકોએ દિવાળીની રંગોળીમાં સામાજિક સંદેશ પાઠવ્યો

પ્રકાશનું પર્વ એવા દીપાવલીનો તહેવાર અનેક ખુશીઓ અને ઉમંગો લઈને આવી ગયો છે ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષીને શાળાઓમાં રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ન્યુ એરા સ્કૂલના બાળકોએ સામાજિક સંદેશો પાઠવતી રંગોળી થીમ તૈયાર કરી હતી.

મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કૂલના ધોરણ ૭ થી ૧૨ ના આશરે ૫૦૦ જેટલા બાળકોએ વાયુ હાઉસ દ્વારા, આકાશ હાઉસ દ્વારા, પૃથ્વી હાઉસ અને અગ્નિ હાઉસ એમ ચાર થીમ પર રંગોળી તૈયાર કરીને સામાજિક સંદેશો પાઠવ્યો હતો. દિવાળીની ખુશી, ઉલ્લાસ સાથે સામાજિક સમસ્યાઓ અને તેનું સમાધાન પણ રંગોળીના માધ્યમથી આપવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી પ્રવૃત્તિ માટે સંસ્થાના હાર્દિકભાઈ અને અતુલભાઈ પાડલીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat