મોરબીના ભૂલકાઓ “જોય ઓફ ગીવીંગ” ના પાઠ શીખ્યા

નાની ઉમરના બાળકો જયારે પોતાના માતાપિતા પાસે વિવિધ ચીજવસ્તુની માંગણીઓ કરતા હોય છે અને પોતાની મનપસંદ ચીજ મેળવવા માટે જીદ પણ કરતા હોય છે તેવી ઉમરના બાળકોને જોય ઓફ ગીવીંગના પાઠ ભણાવવા મોરબીની ખાનગી શાળાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિશ્વભર માં ઓકટોબર મહિનાના પહેલા અઠવાડિયા ને ‘Joy Of Giving week’ તરીકે ઉજવવામાં આવે છે. જેમના ભાગ રૂપે Dolls ‘N’ Dudes પ્રી સ્કૂલના બાળકોએ પણ ‘Joy Of Giving’ ની ઉજવણી કરી હતી જેમાં નાના નાના ભૂલકાઓ અને એમના માતા-પિતા એ પોતાના જુના કપડા, રમકડા, નાસ્તો અને ગરમ કપડા મોરબી ના ગરીબ વિસ્તારો માં વહેચી ને આપવા નો આનંદ અનુભવ્યો હતો. આ ઉમદા કાર્ય માં શાળા ના ટ્રસ્ટી કૃણાલ મેવા, બ્રિજેશ સાણજા, આચાર્ય રીતુ ભાટિયા સહિતના સ્ટાફગણ જોડાયા હતા.

Comments
Loading...
WhatsApp chat