Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોએ કૌવત દાખવ્યું, Video

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશયલ ખેલ મહાકુંભ-૨૦૧૮નું આયોજન વીરપર નજીક આવેલ નજીક નાલંદા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આજે OH (અસ્થિ-વિષયક) તથા VI (અંધજન) શ્રેણીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં માનસિક અને શારીરિક ક્ષત્રીગ્રસ્ત, અંધ અને શ્રાવણ ક્ષતિ ધરાવતા બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.

તેમજ ગોળાફેક, દોડ, ભાલાફેક જેવી સ્પર્ધા યોજાઈ હતી.તેમજ દરેક સ્પર્ધામાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી બી.એન. દવે, મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણાબહેન પાંડાવદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને બે દિવસીય ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે

દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેનો વિડીયો……

Comments
Loading...
WhatsApp chat