


જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી મોરબી દ્વારા દિવ્યાંગજન માટે કલ્યાણકારી વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારના ભાગરૂપે આજરોજ વાંકાનેર શહેરમા બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને યુ.ડી.આઈ.ડી કાર્ડનુ વિતરણ તેમજ દિવ્યાંગ સાધન સહાય અને દિવ્યાંગ શિષ્યવ્રુતિ તેમજ રાઈટ ટુ પર્સન વિથ ડિસેબીલેટી એક્ટ ૨૦૧૬ અંગેની માહિતગાર કરવામા આવેલ
આ પ્રસંગે મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફીસર સુનિલ વી.રાઠોડ દ્વારા જણાવવામા આવેલ કે સમગ્ર મોરબી જિલ્લામા આજે ૨૭૦૦ ની આસપાસ દિવ્યાંગ જન ના યુ.ડી.આઈ.ડી કાર્ડની રજીસ્ટ્રેશન કરવવામા આવેલ છે,. ખાલી વાંકાનેરમાં જ ૭૦૦ થી વધારે દિવ્યાંગજનનુ યુ.ડી.આઈ.ડી કાર્ડ રજીસ્ટ્રેશન થયેલ છે. તેમજ આ પ્રસંગે સર્વશિક્ષા અભિયાન ના જિલ્લા કોડિનેટર પુરોહિતભાઈ દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ જાગરુતતા તેમજ નિયમિતતા અંગેની સમજ આપેલ. આ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમના સમીરભાઈ લધડ તેમજ વાંકાનેર બી.આર.સી. ભવન અને પ્રવાસી શિક્ષકો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવાનો પ્રયત્ન કરવામા આવેલ છે.
જ્યારે વાંકાનેર ના શક્તિપરા વિસ્તાર મા નવજીવન ટ્રસ્ટ દ્વારા આયોજીત દિવ્યાંગજન જન જાગ્રુતિ કાર્યક્રમ મા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસર સુનિલ વી. રાઠોડ તેમજ બાળ સુરક્ષા એકમ મોરબીના સમીરભાઈ લધડ દ્વારા હાજર સર્વ દિવ્યાંગજન ને નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કાર્યરત યોજનાની માહીતી આપવામા આવેલ, ઉપરાંત યુ.ડી.આઈ.ડિ કાર્ડ અંગેના રજીસ્ટ્રેશન પણ કરાવવામા આવેલ, તેમજ યુ.ડી.આઈ.ડી. કાર્ડ ના લાભ અને અગત્યતા અંગેની ચર્ચા પણ અધિકારી દ્વારા કરવામા આવેલ. આમ સમાજ સુરક્ષા કચેરી દ્વારા આજ રોજ બન્ને કાર્યક્રમ મા નિયામક સમાજ સુરક્ષા ખાતુ – ગાંધીનગર દ્વારા કાર્યરત વિવિધ યોજનાની ૧૫૦ થી વધુ લાભાર્થી ને માહીતગાર કરેલ છે.

