

મોરબી જીલ્લાના ઓદ્યોગિક વિકાસની સાથે બાળ મજુરીનું દુષણ પણ વધી રહ્યું છે અને વિવિધ ફેકટરીઓમાં બાળકો પાસે મજુરી કરાવાતી હોય છે જે કાયદાથી વિરુદ્ધ હોય, તાજેતરમાં એક ઓઈલ મિલમાં બાળ મજુર મળી આવતા બાળ સુરક્ષા વિભાગની ટીમે તેને મુક્ત કરાવ્યો હતો
મોરબીના શનાળા રાજપર રોડ પર આવેલ ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં બાળ મજુરો પાસે મજુરી કરાવવામાં આવતી હોય ગઈકાલે પુરવઠા ટીમે કરેલી કાર્યવાહીમાં ઓઈલ મિલમાંથી બાળ મજુર મળી આવ્યો હતો જેને બાળ સુરક્ષા વિભાગની ટીમે મુક્ત કરાવ્યો હતો અને બાળ સુરક્ષા અધિકારીએ કંપનીના જવાબદાર સામે કેસ કરીને બાળ મજુરને રાજકોટ સ્પેશ્યલ હોમ ફોર ચિલ્ડ્રનમાં ખસેડવામાં આવ્યો હતો