માળિયા નજીકની હોટલના સંચાલક સામે બાળમજુરીનો ગુન્હો નોંધાયો

આમ તો કાગળ પર બાળ મજુરી અંગે કડક કાયદાઓ છે પરંતુ જમીની હકીકત એ છે કે આજે પણ અનેક સ્થળોએ બાળમજુરોને કામે રાખવામાં આવે છે ત્યારે શ્રમ આયુક્ત ની ટીમે તાજેતરમાં ચેકિંગ દરમિયાન માળિયાની અવધ હોનેસ્ટ હોટલમાંથી બાળ મજુર મળી આવતા સંચાલક સામે ગુન્હો નોંધાયો છે.

માળિયા હાઈવે પર આવેલી અવધ હોનેસ્ટ નામની રેસ્ટોરન્ટમાં બાળમજુરને રાખવામાં આવ્યા હોય જ્યાં ચેકિંગ દરમિયાન બાળ મજુરો મળી આવ્યા હતા જેને પગલે મોરબી શ્રમ અધિકારી કૃણાલ કમલભાઈ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અવધ હોનેસ્ટ હોટલના સંચાલક લાલેશભાઈ રાઠોડ સામે ચાઈલ્ડ લેબર પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન એક્ટ ૧૯૮૬ ની કલમ ૩ તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ કલમ ૭૯ મુજબ હોટલમાં બાળ મજુર રાખી બાળ મજુર મળી આવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મોરબી જીલ્લામાં શ્રમ આયુક્ત કચેરી કાર્યરત થઇ છે અને બાળ મજુરો રાખનાર સામે તબાહી બોલાવી રહી છે ત્યારે કાયદાનો ભંગ કરનાર ઈસમોમાં દોડધામ મચી છે.

Comments
Loading...
WhatsApp chat