


મળતી વિગત મુજબ ધ્રાંગધ્રાની ન્યુ રેલ્વે કોલોની વિસ્તારના રેહતા નીરજદેવી જીગ્નેશભાઈ લોહાણા (ઉ.વ.૩૦) નામની મહિલા આજે પોતાના પ્લેઝર મોપેડ નં જીજે ૩ ડીકે ૨૭૯૪ પર શનાળા રોડ પરથી જતા હતા અને તે મોરબીના શનાળા રોડ પરના જી આઈડીસી નાકા પાસે પહોંચ્યા તે સમયે ડબલસવારી મોટરસાયકલમાં આવેલા બે શખ્શો તેની નજર ચૂકીને તેના પર્સની ચીલઝડપ કરીને નાસી ગયા હતા. મહિલાના મતે પર્સમાં ૧૦ હજાર રૂપિયા જેટલા રોકડા ઉપરાંત ૨ મોબાઈલ, આરસી બૂક તેમજ એટીએમ કાર્ડ અને ડોક્યુમેન્ટ રાખેલા હતા જે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્શો પર્સની ચીલઝડપ કરી નાસી ગયા છે

