મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વવાણીયાની મુલાકત લીધી


મોરબી જીલ્લાના માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલ શ્રીમંદ રાજચંદ્રના મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પરિવાર સાથે આવી પહોચ્ય હતા.પ્રથમ શ્રીમદ રાજચંદ્રના મંદિરે સી.એમએ પરિવાર સાથે પૂજા-આરતી કરી હતી અને જૈન સંસ્થાનમાં થોડાસમય માટે ખાસ રોકાણ કરી પ્રસન્નતા અનુભવી હતી.બાદમાં ત્યાંથી તેઓએ શ્રીમદ રાજચંદ્રની અસ્થાના પ્રતિક સમાં માતાશ્રી રામબાઈમાંની જગ્યાની પણ મુલાકાત લીધી હતી.તેમજ અંતે જૈન દેરાસર ખાતે ભોજન લઈને તેઓ પાલીતાણા જૈન સંસ્થાન જવા રવાના થયા હતા.આ તકે મોરબી જીલ્લા ભાજપના ધારાસભ્યો,સાંસદ અને સંગઠનના પ્રમુખો તથા અન્ય હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.