

મોરબીની જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓની ખામી જોવા મળે છે અનેક અવ્યવસ્થાઓથી દર્દીઓ દરરોજ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરે રાજ્યના મુખ્યમંત્રીને સિવિલ હોસ્પિટલ માટે રજૂઆત કરી છે
વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી સરકારી હોસ્પિટલ જીલ્લા સ્તરની બનાવવી જરૂરી છે જેમાં સરકારી હોસ્પિટલનું આધુનિક સુવિધા સભર બિલ્ડીંગ બનાવવાની જરૂરિયાત વર્તાઈ રહી છે હાલનું બિલ્ડીંગ જુનું પુરાણું હોય જેથી નવી બહુમાળી હોસ્પિટલ નવેસરથી નિર્માણ પામે તે ઉપરાંત મહેકમ પુરતું જીલ્લા સ્તરનું થાય તેની જરૂરીયાત અંગે જણાવ્યું છે તો સાથે જ ડોક્ટરની સંખ્યા અન્ય સ્ટાફનું મહેકમ પૂર્ણ થાય અને જીલ્લા સ્તરનું કરવા માંગ કરી છે
હોસ્પિટલમાં આધુનિક મશીનરી અપૂરતી છે જે હોવી જરૂરી છે હાલ જરૂરી સુવિધાના અભાવે દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવે છે મોરબી ઉપરાંત જીલ્લા કક્ષાની હોસ્પિટલનો માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારાના દર્દીઓ લઘ લેતા હોય છે જેથી જરૂરી સુવિધાઓ વિકસાવવા અને નવું બિલ્ડીંગ બનાવવા સહિતની માંગ કરવામાં આવી છે