મુખ્યમંત્રી ગ્રામોદય યોજના : ૧૫૦ સખીમંડળની બહેનોને મળશે રોજગારી

મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને પારૂલ મહિલા પ્રગતિ મંડળ ટ્રસ્ટ મોરબી વચ્ચે ૨૦૧૮-૧૯ ના સમયગાળામાં ૧૫૦ સખીમંડળની બહેનોને રોજગારી સાથે જોડવા થયેલ સમજુતી કરાર અન્વયે અમલીકરણના ભાગરૂપે પારૂલ ચામુંડા મહિલા મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા ૧૦ સખીમંડળ ના ૧૨૦ મહિલા સભ્યોની નોંધણી કરી તાલીમ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે.

જે મહિલાઓની તાલીમ બાદ બાય બેક પોલીસી અનુસાર કામગીરી સોપી રોજગારી પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી ના જીલ્લા મેનેજર હિમાંશુ દલસાણીયા અને પારૂલ મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ રંજનબેન ભાયાણી ઉપસ્થિત રહ્યા હતા.

હિમાંશુ દલસાણીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના અન્ય ૮ જેટલા ઓદ્યોગિક એકમ, બિન સરકારી સંસ્થાઓ, વેપારી મંડળો વગેરે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત બેરોજગારોને અને ખાસ કરીને સખી મંડળની મહિલાઓને રોજગારી પૂરી પાડવા સમજુતી કરાર કરવા સંમતિ દર્શાવી છે.

Comments
Loading...
WhatsApp chat