

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી છે. હાલમાં નવી સિઝનની મગફળીની આવક શરૂ થઈ જવા પામી છે અને ખેડૂતોને ૨૦ કિલોના ૫૦૦ થી ૭૦૦ રૂપિયા ભાવ મળી રહ્યા છે,જેથી આ ભાવમાં ખેડૂતોનું શોષણ થાય છે.હજુ માત્ર મગફળીની આવકની શરૂઆત જ છે પરંતુ ૧૫ દિવસ પછી એટલે કે દિવાળીની આસપાસ ખુબજ આવક બજારમાં આવશે તો સરકારશ્રી દ્વારા અત્યારથી જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કરવા માંગણી કરી છે.વધુમાં દિવાળી આસપાસ દરેક સેન્ટર ઉપર મગફળીની ખરીદી થાય તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે અને વેપારીના શોષણમાંથી ખેડૂતો આઝાદ થશે,તો આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી છે