


દરબાર ગઢ નજીક બપોરના સમયે એક છોટા હાથી રીક્ષા નજીકની કેબીન સાથે અથડાઈ હતી અને બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મોરબીના દરબાર ગઢ નજીકથી આજે બપોરે એક છોટા હાથી રીક્ષા પસાર થતી હોય જે કોઈ કારણોસર બજરંગ પાન નામની કેબીન સાથે અથડાઈ હતી. રીક્ષાના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ રીક્ષા કેબીન સાથે અથડાઈ હતી જે બનાવમાં ત્યાં ઉભેલા રમેશભાઈ રિક્ષાવાળા અને એક ચાની દુકાનવાળા કાળુંભાઈ એમ બે લોકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ના હતી તેમજ કેબીનમાં પણ કોઈ મોટી નુકશાની થવા પામી ના હતી.

