માળિયા સુરજબારી ચેકપોસ્ટ પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂનો જથ્થો, ગાડી મળીને ૩.૪૨ લાખનો મુદમાલ કબજે લેવાયો



મોરબી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેને રોકવા પોલીસની કાર્યવાહી દરમિયાન આજે માળિયા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ નજીકથી મહિન્દ્રા મેક્સિકો કાર માં વિદેશી દારૂની ૩૨૪ બોટલ અને કાર સહીત ૩.૪૨ લાખનો મુદામાલ ઝડપી લીધો છે.
મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન માળિયા સુરજબારી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન મહિન્દ્રા મેક્સિકો શંકાસ્પદ જણાતા તેની તલાશી લેતા કારમાંથી ૩૨૪ નંગ વિદેશી દારૂની બોટલ કીમત રૂ ૧,૪૨,૮૦૦ મળી આવતા માળિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને મેક્સિકો કાર નં જીજે ૦૩ એ એક્સ ૫૪૯૨ મળીને કુલ ૩,૪૨,૮૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરીને કારચાલક અતુલભાઈ ગોરધનભાઈ વેકરીયા પટેલ (ઊવ ૫૨) રહે. મૂળ જેતપુર હાલ રાજકોટ કાલાવડ રોડ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલા, અમૃતભાઈ પટેલ, સંજય બાલાસરા, રાજુભાઈ પઢીયાર, અનિલભાઈ ભગોરા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા અને હરદેવસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો

