પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ, જાણો કેટલી ચીજ ચોરી ઝડપાઈ ?

મોરબી જીલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે  ૧૫ ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ૬૪ કનેક્શનમાં કુલ ૮.૪૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી.તો સતત બીજા દિવસે પણ ચેકિંગ કરવામાં આવતા ૬૧ કનેક્શનમાં ૬.૫૫ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી રોકવા માટે દરોડા પાડવામાં આવે છે.ગઈકાલે શનાળા અને પીપળીયા વિસ્તારના ૧૫ ગામોમાં દરોડાઓ પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવતા ૮.૪૦ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી તો આજે સતત બીજા દિવસે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અને એસઆરપી નાં જવાનો સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ૪૪૦ વીજ જોડાણો માંથી ૬૧ કનેક્શનમાં ગેરરીતી જણાઈ હતી અને તેમાં ૬.૫૫ લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat