Billboard ad 1150*250

હળવદના મીઠાના વેપારી સામે ચેક રીટર્ન અને ભાગીદારી વિશ્વાસભંગની ફરિયાદ

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        હળવદના મીઠાના વેપારી ઈબ્રાહીમભાઈ અલીભાઈ ધોણીયા સામે ચેક રીટર્ન તેમજ ભાગીદારી વિશ્વાસભંગ બદલ કેસ થતા સમગ્ર પંથકમા ચકચાર મચી છે

        બનાવની મળતી માહિતી મુજબ હળવદના ટીકર (રણ) ના રહેવાસી ઈબ્રાહીમભાઈ અલીભાઈ ધોણીયાએ હળવદના રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા કિરણબેન મુકેશકુમાર રાવલ પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ચેક આપ્યો હતો જેમાં રૂ ૧,૫૭,૦૭૯ નો ચેક રીટર્ન થતા આ મામલે હળવદમાં કેસ દાખલ થયો છે તેમજ ટીકર સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો અલીભાઈ યાકુબભાઈ ધોણીયા, રહે ટીકર રણ હળવદ, હનીફભાઈ અલીભાઈ ઘોણીયા, હળવદ રેલ્વે સ્ટેશન રોડ, અયુબ અલીભાઈ ઘોણીયા રહે હળવદ સ્ટેશન રોડ, અનવર અલીભાઈ ઘોણીયા રહે હળવદ સ્ટેશન રોડો, ઈબ્રાહીમ અલીભાઈ ઘોણીયા રહે હળવદ સ્ટેશન રોડ વાળા એ પાંચેય ભાગીદારોએ બી એમ રાવલ ટ્રેડર્સ પેઢીના માલિક ભાર્ગવ મુકેશ રાવલ રહે ચોત્રાફળી હળવદવાળાને વિશ્વાસમાં લઈને ભાગીદાર બનાવી રૂ ૩૦ લાખ ટીકર સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં જમા પૈસા થઇ જતા ભાગીદારીનું લખાણ ના કરી વિશ્વાસભંગ કરતા હળવદ પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે

Comments
Loading...
Share This
WhatsApp chat