

મોરબીના સોની બજારના રહેવાસી અલ્કેશભાઈ પરમાનંદભાઈ રવેશિયા નામના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ફાઈન કાચા સોનામાંથી ઘરેણા બનાવવાની સોનાની પેઢી ધરાવતા હોય જે પેઢીમાં ફરિયાદી તથા તેના મેનેજર પાસેથી આરોપી ચંદ્રકાંત ઉર્ફે બાપી લક્ષ્મીનારાયણ સામંતા રહે. હુગલી પશ્ચિમ બંગાળ વાળાએ તેને વિશ્વાસમાં લઈને નવ વર્ષથી સોનાની લેવડ દેવળ કરતા હોય જેમાં ગત તા. ૦૭-૦૮-૧૭ ના રોજ આપેલ ૫૦૦ થી ૬૦૦ ગ્રામ સોનું કીમત રૂપિયા ૧૫ લાખ જેટલું પેઢીમાં પરત જમા નહિ કરાવી બારોબાર લઇ જઈને છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એ ડીવીઝન પોલીસે છેતરપીંડી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ જાડેજા ચલાવી રહ્યા છે.