મોરબીમાં દરોડાની કાર્યવાહી વચ્ચે પુરવઠા અધિકારી પાસેથી ચાર્જ પરત લેવાયો

હળવદ અનાજ કૌભાંડમાં કડક કાર્યવાહી કરનાર અને હાલ મોરબી પંથકમાં તેલિયા રાજાઓની ઊંધ હરામ કરનાર પુરવઠા અધિકારી દમયંતીબહેન બારોટ પાસેથી તમામ ચાર્જ પરત લેવામાં આવ્યા છે અને તેના સ્થાને પુરવઠા અધિકારીનો વાંકાનેરના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન ગઢવીને સોપવામાં આવ્યો છે.

તાજેતરમાં તેલિયા રાજા અને અગાઉ હળવદમાં અનાજ કોભાંડમાં કડક કાર્યવાહી કરનાર જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ પાસેથી પુરવઠા અધિકારી સહિતના તમામ પાંચ ચાર્જ પરત લેવામાં આવ્યા છે દમયંતીબેન બારોટ પાસે પુરવઠા અધિકારી ઉપરાંત નાયબ કલેકટર-૨, નાયબ કલેકટર (મભોયો) મોરબી, નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર મોરબી અને જીલ્લા મ્યુનીસીપલ અધિકારી સહિતની જવાબદારીઓ સાંભળી રહ્યા હતા

ત્યારે આજે જીલ્લા પુરવઠા અધિકારી પાસેથી તમામ ચાર્જ લઇ લેવામાં આવ્યા છે જેમાં પુરવઠા અધિકારીનો ચાર્જ વાંકાનેર પ્રાંત અધિકારી જીજ્ઞાબેન ગઢવીને સોપવામાં આવ્યા છે તેમજ અન્ય ચાર્જ પણ અન્ય અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે જોકે આ બદલી કોના કહેવાથી કે દબાણથી કરવામાં આવી છે તે વિષે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે

Comments
Loading...
WhatsApp chat