હળવદ તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન, ભાજપનો ભગવો લહેરાયો

 

હળવદ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી જેમાં અગાઉથી ધારણા મુજબ જ કોંગ્રેસે સત્તા ગુમાવી છે અને કોંગ્રેસના સદસ્યનો સાથ મેળવીને ભાજપે સત્તા હાંસલ કરી છે.

હળવદ તાલુકા પંચાયતમાં આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યોએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું હતું જેને પગલે ભાજપના પ્રમુખપદે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ બળદેવભાઇ સોનાગ્રા ચુંટાયા હતા તો હળવદ તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે અને હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

Comments
Loading...
WhatsApp chat