મોરબી જીલ્લાની એકમાત્ર વિદ્યાર્થીની શિવાની ચંદારાણા એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ



રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ નીચું જોવા મળ્યું છે તો મોરબી જીલ્લાનું પરિણામ પણ ૫૬.૪૦ ટકા જેટલું નીચું આવ્યું છે. ત્યાંરે એકમાત્ર વાંકાનેરની શિવાની ચંદારાણા એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈને પરિવારનું નામ રોશન કર્યું છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું નીચું પરિણામ જોવા મળ્યું છે જેમાં મોરબી જીલ્લાનું સરેરાશ નીચા પરિણામ ઉપરાંત એ ૧ ગ્રેડ સાથે માત્ર એક જ વિદ્યાર્થીની ઉતીર્ણ થઇ છે. વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની શિવાની ચંદારાણા એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થઈને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
વાંકાનેરના પત્રકાર નીલેશભાઈ ચંદારાણાની ભત્રીજી અને પાનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ધર્મેન્દ્રભાઈની પુત્રી શિવાનીએ ખુબ જ મહેનત કરીને એ ૧ ગ્રેડ સાથે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી જીલ્લાની એકમાત્ર વિદ્યાર્થી તરીકે ઉભરી આવી છે ત્યારે વાંકાનેર પંથકની વિદ્યાર્થીનીએ મેદાન મારીને ફરીથી વિદ્યાર્થીને પાછળ છોડ્યા છે અને હોનહાર દીકરીએ સમગ્ર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

