Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગુજરાત સરકારને મગફળીના કૌભાંડ મામલે શ્વેતપત્ર બહાર પાડવાનો પડકાર

ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ખરીદ કરેલ મગફળીમાં દિન પ્રતિદિન ફિનોલેક્ષ પક્ષી જેમ રાખમાંથી બેઠું થાય તે મુજબ મહાકાય મગફળી કૌભાંડ બહાર આવી રહ્યાં છે જેથી સમગ્ર રાજ્યમાં ખેતી કરતા ખેડૂતો કૌભાંડની સત્ય હકીકત જાણવા આતુર છે જેથી રાજ્ય સરકાર આ મામલે શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ વિચારધારા સંગઠનના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કે.પી. ભાગીયાએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મગફળી કૌભાંડ મામલે ખેડૂતો અનેક સવાલોનો જવાબ માંગી રહયા છે જેમાં રાજ્ય સરકારે મગફળીની ખરીદી કરી છે કે માટીની ?, છેવટે જગતના તાત પાર જ ઘાત શા માટે, જેતપુર તાલુકાના પેઢલા મુકામે ભાડે રાખેલ ગોડાઉનમાં 33 કિલો મગફળીમાં 20 કિલો ધૂળ માટી પથરા એટલે કે 67 ટકા વજન ઘટ, અલાઉદીનના ચિરાગ જેવા જાદુગરો આપના રાજ્યમાં કઈ કઈ જાગ્યો અસ્તિત્વ ધરાવે છે આ મગફળીનું વેચાણ થાય તો રૂ. 100 ની જગ્યાએ રૂ. 60 નહિ પરંતુ રૂ. 06 જ ઉપજે શું આ અવિરત વિકાસનો કે વિનાશનો નમૂનો ? તે વિગતે જણાવવા વિનંતી।

અત્યાર સુધીમાં 11 વખત મગફળી કૌભાંડ બહાર આવ્યા પરંતુ તમામ ગોડાઉનમાં શું આજ થિયરી પ્રકાશિત કે પુનરાવર્તન થશે એક બીજાને ખો આપીને દોષરોપણ કરી કડકમાં કડક પગલાં ભરીશું કોઈ ચરમબંધીને છોડીશું નહિ પરંતુ હજુ સુધી નાની માછલીઓને જ જાળમાં લીધી મોટા મગરમચ્છ જેવા મોટા માથા, મોટા અધિકારીઓ કે પદાધિકારીઓને કોઈના છુપા આશીર્વાદ છે તેવા ગંભીર સવાલો ઉઠાવ્યા છે

તેમજ અંતમાં જણાવ્યું છે કે મગફળી કૌભાંડમાં મગફળીની ખરીદ કિંમત વધતા તમામ આનુષંગિક ખર્ચ સહીત પડતર કિંમત સામે ઉપજેલ રકમ અંતે થયેલ ખોટ શું લાગત જવાબદારો પાસેથી વ્યાજ સહીત વસૂલી રાજીનામાં મેળવી નમૂનારૂપ દાખલો બેસાડી આમ જનતા સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશો કે સમગ્ર પ્રકરણ પાર ઢાકપીછોણો કરી પડદો પાડી સબ સલામતનો જવાબ તો નહિ આપવામાં આવે ને ? ગુજરાતના ખેતી કરતા તમામ ખેડૂતો, જનતા આતુરતા પૂર્વક સત્ય હકીકત ઉજાગર થાય તે જોવા ઈચ્છી રહી છે તેમ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat