Billboard ad 1150*250 Billboard ad 1150*250

રસ્તામાં મોટર સાઈકલ રાખવા બાબતે છગનભાઈએ બીજા છગનભાઈને મારમાર્યો

ટંકારા ગામની સીમમાં મોટર સાઈકલ રસ્તામાંથી આધું ખસેડી લેવા બાબતે આધેડને પાવડા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

ટંકારાના ગાયત્રીનગરમાં રહેતા છગનભાઈ વાલજીભાઈ ઘેટિયા(ઉ.૫૦) પોતાનું ટ્રેક્ટર લઇ વાડીએથી પરતા આવતા હોય દરમિયાન આરોપી છગનભાઈ ત્રિભોવનભાઈ ઘેટિયા રહે-ઘેટિયાવાસએ પોતાની મોટર સાઈકલ રસ્તામાં મોટર સાઈકલ રાખેલ હોય જે છગનભાઈ વાલજીભાઈ ઘેટિયાએ આધું લેવાનું કહેતા આરોપી છગનભાઈ ત્રિભોવનભાઈ ઘેટિયાએ ગાળો આપી પાવડાનો એક ઘા માથામાં મારી સાહેદ રવિભાઈ આરોપી છગનભાઈને સમજાવવા જતા તેને ઓઅન પાવડાની એક ઘા મારી હાથમાં ઈજા કરી આ રસ્તામાંથી ચાલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે.ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat