Billboard ad 1150*250 Billboard ad 1150*250

ચડ્ડી-બનીયાનધારી ગેગનો આતંક, ઘરમાં ધુસી છરીની અણીએ ચલાવી ૨.૭૦ લાખની લુંટ

મોરબીમાં લૂંટ-હત્યા, ચોરી જેવા ગંભીર ગુન્હાઓ સામાન્ય બની ગયા હોય તેમ રવિવારે રાત્રીના સમયે ચાર શખ્શો એક વેપારીના ઘરમાં ઘુસી ગયા હતા અને છરીની અણીએ લૂંટ ચલાવી ૨.૭૦ લાખની મત્તા લૂંટી આરોપીઓ ફરાર થયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના રહેવાસી અને હાલ મોરબીની શ્રીમદ સોસાયટીના રહેવાસી અરવિંદ હિરેનપ્રસાદ નામના વેપારીના ઘરમાં ઘુસી રવિવારે રાત્રીના ૦૩ : ૩૦ વાગ્યાના અરસામાં ચાર લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને ચડ્ડી બનીયાનધારી ગેંગના ૨૫ થી ૩૦ વર્ષના ચાર યુવાનો છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ ૨.૩૦ લાખ અને સોના ચાંદીના દાગીના મળી કુલ ૨.૭૦ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

બી ડીવીઝન પોલીસે વેપારીની ફરિયાદને પગલે અજાણ્યા ઈસમો સામે લૂંટનો ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઈ ઝાલા ચલાવી રહ્યા છે તેમજ લૂંટારૂઓની ભાળ મેળવવા બી ડીવીઝન પોલીસ એફએસએલ અને ડોગ સ્કવોડ સહિતની એજન્સીઓની પણ મદદ લેશે તેવી માહિતી પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.

Comments
Loading...
WhatsApp chat