સેરેબ્રલ પાલ્સી એ કોઈ રોગ નથી, જાણો સેરેબ્રલ પાલ્સી વિષે વધુ…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સેરેબ્રલ પાલ્સી એ કોઈ રોગ નથી , જન્મ પહેલાં,જન્મ સમયે અથવા જન્મ પછી થયેલ કોઈ મુશ્કેલી ના કારણે મગજ અને જ્ઞાનતંતુઓને થયેલ નુકસાનથી બાળકનાં વિકાસમાં અવરોધ થાય, તેને સેરેબ્રલ પાલ્સી(C.P.) કહેવાય

મોરબીમાં વસવાટ કરતા સેરેબ્રલ પાલ્સી બાળકો માટે નિઃશુલ્ક માર્ગદર્શન, બાળકની સંભાળ અંગે જરૂરી સૂચનો ભાવનગરની સેરેબ્રલ પાલસી સ્કૂલમાં ડિપ્લોમા સ્પેશિયલ એજ્યુકેશન (DEd- CP)  મોરબીના વિજયભાઈ વ્યાસ પાસેથી મેળવી શકે છે. સેવાના ભેખધારી વિજયભાઈ મો નં 80000 70694    પર મનો દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક સેવા વ્યવસ્થા આપે છે,

સેરેબ્રલ પાલ્સી થી પીડાતા બાળકોને “વિશિષ્ટ શિક્ષણ” આપી શકાય, આવા બાળકો ની શિક્ષણ પદ્ધતિ માં ખાસ ફર્નિચર અને ખાસ સાધનો નો ઉપયોગ થાય છે, “સ્પેશિયલ શિક્ષણ તાલીમ યોજના”  દ્વારા સેરેબ્રલ પાલ્સી બાળકો બોર્ડ પરીક્ષા,તેમજ કોલેજ, યુનિવર્સિટી માં પણ પાસ થાય છે, સેરેબ્રલ પાલ્સી ધરાવતી વ્યક્તિઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પીએચડી, જેવી ડિગ્રી મેળવેલ છે,

Comments
Loading...
WhatsApp chat