Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિરામિક એકમમાં લાયસન્સ વગર સીક્યુરીટી એજન્સી ચલાવતા એકને ઝડપાયો

મોરબી એસ.ઓ.જી ટીમે સિરામિક એકમમાં લાયસન્સ વગર સિક્યોરીટી એજન્સી ચલાવતા આધેડને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન.સાટીની સુચનાથી મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ફલેવર પ્રા.લી.નામના કારખાનામાં તથા રોટોન વિટ્રીફાઇડ કારખાનામાં આરોપી સુગ્રીવ રામાશિષ દુબે (ઉવ.૫૩) રહે.મુળ શાહપુર તા.ભૌરે જી.દેવરીયા (યુ.પી.) રહે.હાલ રોટોન વિટ્રીફાઇડ, પાવડીયારી મંદિર,શાપર તા.જી.મોરબી વાળાને લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવતા સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat