સિરામિક ટ્રેડર્સના મોબાઈલ-ઈમેલ હેક કરી બેંક ખાતામાંથી ૧૨.૫૦ લાખ ઉપડી ગયા

મોરબી પંથકમાં બ્રેંક ફ્રોડનો અનેક લોકો ભોગ બન્યા હતા અને તાજેતરમાં જુનાગઢ પોલીસે એટીએમ ફ્રોડ કરનાર ટોળકીને ઝડપી લીધી છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે ભેજાબાજ અન્ય ટોળકી સક્રિય બની હોય તેમ એક સિરામિક ટ્રેડર્સના ખાતામાંથી ૧૨.૫૦ લાખની રકમ ઉપાડી લેવામાં આવી છે

મોરબીમાં નેપ્ચ્યુન ટ્રેડર્સ સિરામીક રો-મટીરીયલ્સનો બિઝનેશ કરે છે તેમની કંપનીના મોબાઇલ – ઇમેલ ને હેક કરી અને તા. ૭/૧૦/૨૦૧૮ ના રોજ ઇન્ડસઇન્ડ બેંક મા તેમના ખાતામાંથી રૂ. ૧૨૫૦૦૦૦ ઉપાડી લીધેલ છે . હેકરે ૬ લાખ એસ.કે.એન્ટરપ્રાઇઝ SBI bank કલકત્તા તથા ૬.૫૦ લાખ અનકાન શાહ કેનેરા બેંક કલકત્તા ટ્રાનસ્ફર કરી લીધેલ છે. નેપચ્યુન ટ્રેડર્સ ની મોબાઇલ નંબર ૯૮૨૫૦૨૭૮૫૬ તેમની પરવાનગી વગર હેકરે નવો મોબાઇલ કાર્ડ કરાવી અને ૨૦ મીનીટ મા આ કૃત્ય કરી લીધેલ છે અને નેપ્યચ્યુન ટ્રેડર્સ દ્વારા આ કાર્ડ માટે વોડાફોન ને પણ અરજી કરેલ છે અને સાયબર ક્રાઇમ મા અરજી કરેલ છે

ત્યારે સિરામીક ઉધોગકારો આ બાબતને ગંભીરતાથી લઇ અને અન્ય ભોગ ના બને તે માટે સતર્ક રહેવું જરૂરી છે અને કંપની ના ઇમેલ એડ્રેસ અને મોબાઇલ પણ પોતાના જ હાથ મા રાખે અને દર ૧૫-૨૦ દિવસે પાસવર્ડ બદલવો જરૂરી છે. જેની ખાસ તકેદારી રાખવામાં આવે તેવી અપીલ સિરામિક એસો પ્રમુખ નીલેશ જેતપરિયાએ કરી છે

Comments
Loading...
WhatsApp chat