

મોરબી પંથકમાં આવેલા સિરામિક એકમો પૈકીના અનેક એકમો કોલગેસનો ઉપયોગ કરે છે જેમાંથી નીકળતો કેમીકલયુક્ત કદડો ગમે ત્યાં નાખી દેવાથી પ્રદુષણનો પ્રશ્ન ગંભીર બન્યો છે તો આવા કેમિકલયુક્ત કદડાને કારણે શાપરના તળાવમાં હજારો માછલીઓના મોત નીપજ્યા છે
મોરબીના સિરામિક ઉદ્યોગો દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં શાપર નજીક સિરામિક ફેકટરીઓ કોલગેસનો કેમિકલયુક્ત કદડો નદીઓ અને તળાવોમાં ઠાલવતા હોય અગાઉ પણ તંત્રને ફરિયાદો કરવામાં આવી હોય છતાં કોઈ કાર્યવાહી નહિ કરાતા શાપર ગામના તળાવમાં આવા કેમિકલયુક્ત કદડાથી તાજેતરમાં અસંખ્ય માછલાઓના મોત નીપજ્યા છે જે બનાવની જાણ થતા જીપીસીબીના અધિકારીઓ દોડી ગયા હતા અને તળાવમાં સેમ્પલ લેવાયા હતા
આ અંગે જીપીસીબી અધિકારી જણાવે છે કે તળાવમાં કોલગેસનું ઝેરી પાણી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે અને સિરામિક એકમો દ્વારા આવો કદડો ગમે ત્યાં ઠાલવવામાં આવે છે હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને જે તે સિરામિક એકમનીં સંડોવણી ખુલશે તેની સામે કાયદેસર પગલા લેવામાં આવશે