

મોરબી બી ડીવીઝન પોલીસે રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન સિરામિક પ્લાઝાની લોબીમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે.
મોરબી બી ડીવીઝન પી.આઈ. આર કે ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમના ઈમ્તિયાઝ જામ, ઋતુરાજસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, મયુરભાઈ રાઠોડ, જયેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાત્રીના સમયે સિરામિક પ્લાઝા દુકાન નં ૧૪ ની બહાર લોબીમાં લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમતા ભરતભાઈ રામજીભાઈ બાવરવા, નીલેશભાઈ નટવરભાઈ ફૂલતરીયા અને રવિભાઈ પ્રાણજીવનભાઈ પાંચોટિયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ ૧૦,૩૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે