મોરબીમાં આગામી તા.૮ના રોજ સિરામિક જોબ ફેર યોજાશે

મોરબીની ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી ઘડતર અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે તા.૮ ના રોજ મોરબીના નેશનલ હાઇવે પર ત્રાજપર નજીક આવેલ શિવ અજંતા હોટલ ખાતે જોબ એક્સ્પો-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯ થી સાંજના ૬ દરમિયાન ૫૦ થી વધુ સિરામિક કંપનીઓ જુદી-જુદી ૩૦૦થી વધુ જગ્યા માટે સ્પોટ જોબ ઓફર કરનાર છે.
આ જોબ એક્સ્પો ૨૦૧૭ અંગે ગ્લોબલ જોબ પલ્સમેન્ટના રસ્મિનભાઈ ચન્દ્રોલાએ જણાવ્યું હતું કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝ માટેના આ મેગા જોબફેરમાં ૧૦૦૦થી વધુ કેન્ડીડેટ હાજર રહેશે અને લાયકાત મુજબ સારી કંપનીમાં નોકરીની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમજ આ મેગા જોબ એક્સપોમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ફ્રેશર,ધોરણ ૧૦/૧૨ પાસ,આઈટીઆઈ પાસ કરેલ ઉમેદવાર, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://globaljobmorbi.com/job_fair/ પર રજીસ્ટ્રેશન કરાવી વીઆઈપી એન્ટ્રી કુપન મેળવી લેવું.

Comments
Loading...
WhatsApp chat