



આગામી સમયમાં યોજાનાર વાયબ્રન્ટ સિરામીક એક્સ્પોના પ્રમોસન માટે ઓસ્ટ્રેલીયાના સીડની ખાતે ઇન્ડીયન એમ્બેસેડર તેમજ ઇમ્પોર્ટરો સાથે સીરામીક એસોસિએશનનાં પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા અને ઉપપ્રમુખ વિજયભાઇ પટેલ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી.જે મિટિંગ હકારાત્મક રહી હતી અને ઓસ્ટ્રેલિયાથી સીરામીક બાયરો મોટી સંખ્યામાં આગામી નવેમ્બર મહિનામાં ગાંધીનગર યોજાય રહેલા સીરામીક એક્સપોમાં હાજરી આપવાની ઉત્સુકતા બતાવી હતી. વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પોનું હાલ મોરબી સીરામીક એસોશિયેસન દ્વારા સમગ્ર દુનિયામાં જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું છે.

