

મોરબી સિરામિક એસો.દ્વારા આગામી નવેમ્બર માસમાં યોજનાર વાઈબ્રન્ટ સિરામિક એકસ્પોનું પ્રમોશન વિદેશમાં જોર-શોરથી કર્યા બાદ હવે ઘર આંગણે એક્સ્પોર્ટરને આવકારવા પ્રમોશન કરવામાં આવ્યું રહ્યું છે.જેમાં બેંગલોર ખાતે મોરબી સિરામિક એસો.ના મુકેશ કુંડારિયા અને વિજય પટેલ તથા આઈ.આઈ.આઈ.ડીના ચેરપર્સન એમ.એસ.શ્યામલાની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સિરામિક એકસ્પોનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.