મોરબીના સિરામિક ઉધોગકારોએ વિશ્વના ક્યાદ દેશમાં સિક્કો જમાવ્યો

 

બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ પ્રદર્શનમાં મોરબીની સિરામિક પ્રોડકટએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને વિદેશના અન્ય દેશો બાદ હવે બ્રાઝીલમાં પણ મોરબીના ઉદ્યોગપતિઓએ ડંકો વગાડ્યો છે.

 

 

બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ વિશાળ પ્રદર્શનમાં મોરબીના ઉદ્યોગકારો દ્વારા ખાસ સ્ટોલમાં રાખવામાં આવ્યી છે જેમાં સિરામિક પ્રોડકટ રજુ કરવામાં આવી છે અને તે પ્રોડક્ટને નિહાળીને લોકો અભૂતપૂર્વ પ્રતિસાદ આપી રહ્યા છે.બ્રાઝીલમાં યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ વિજયસિંઘ ચૌહાણએ ખાસ ઉપસ્થિત રહીને ઇન્ડિયન પેવેલિયનની મુલાકાત લીધી હતી.મોરબીના ઉદ્યોગપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યા હતા.આ ટકે મોરબી સિરામિક વોલ ટાઈલ્સના પ્રમુખ નિલેશજ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણી ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat