સિરામિક ઉધોગકારોને દિવાળીનું બોનસ, એક્સપોર્ટ ઇન્સેન્ટીવના ફસાયેલા ૧૦૦ કરોડ મળશે રીટર્ન

દિવાળી આવી રહી છે ત્યારે સૌ કોઈ તૈયાર કરે છે અને હર્ષોઉલ્લાસથી દિવાળીને વધાવવા આતુર બન્યા છે ત્યારે મોરબીના સિરામિક નિકાસકારોના છેલ્લા નવ માસથી અટવાયેલા રૂપિયા ૧૦૦ કરોડ જેટલા મરચન્ટ એક્સપોર્ટ ઈન્સેન્ટીવ સ્કીમના નાણાં છૂટા થવાની શક્યતા દર્શાવાય રહી છે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સિરામિક એસોશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના પ્રયાસોના કારણે કેન્દ્રની કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા આ મામલે ટુક સમયમાં જ નિર્ણય લેવાનાર હોવાનું સુત્રો જાણવા મળ્યું હતું.

ગત વર્ષ દરમિયાન ૧ જાન્યુઆરી ૨૦૧૭ પછી ટાઇલ્સના એચએસ કોડ બદલવાના કારણે મોરબીના સીરામીક નિકાસકારોને મોટો ફટકો પડયો હતો અને તમને મળવાપત્ર મર્ચન્ટ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતું ન હતું.તેમજ ૧-૧-૨૦૧૭ થી HS કોડ બદલાઈ જતા જે નિકાસકારોને કલેઈમ માટે ફાઈલ આપેલી તે રીજેકટ થવા લાગતા નિકાસકારોમાં હાહાકાર મચી ગયો હતો અને બાદમાં કોડનો મામલો જાણમાં આવ્યો હતો ડિજીએફટી ફાઈલ જનરેટ ન થવાને કારણે એમઈઆઈએસ રોકી દેવામાં આવ્યું હતું અને જાન્યુઆરી – ફેબ્રુઆરીથી રૂ.૧૦૦ કરોડ આસપાસનું એમઈઆઈએસ અટકી ગયેલ હતું.

જે મામલે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મોરબી સિરામિક એસો. પ્રમુખ નિલેશ જેતપરીયાના પ્રયત્નો બાદ અંતે મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આ અટવાયેલ રૂ.૧૦૦ કરોડનું MEIS રીલીઝ કરવા સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે અને હવે સંભવતઃ દિવાળીના બોનસના રૂપે આ અટવાયેલ પેમેન્ટ રીલીઝ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat