



પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વિસ્તારક યોજના અંતર્ગત આજ રોજ કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરષોતમ રૂપાલા મોરબીના મહેમાન બન્યા હતા.મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જેલ ચોક ખાતે શિવાજીને પ્રતિમાને હારતોરા કરી મોરબીના વિસ્તારક તરીકે કામગીરી શરૂ કરી હતી.રૂપાલાના આગમનથી પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.બાદમાં મતદારોનો સંપર્ક,સમિતિ મીટીંગ તેમજ ડોર ટુ ડોર લોક સંપર્ક શરૂ કર્યો હતો.

