કેન્દ્રીય મંત્રી જે.પી.નડા કેમ આવશે મોરબીની મુલાકાતે

જિલા કલેકટર પત્રકાર પરિષદ યોજી માહિતી આપી

મોરબી ખાતે તા. ૧૭ ને શનિવારે યોજાનાર સબકા સાથ સબકા વિકાસ સંમેલન સંદર્ભે આજે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં કાર્યક્રમ અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં યોજાનાર સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે તે ઉપરાંત કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ, એશો.ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંમેલનમાં કેન્દ્ર સરકારના સબકા સાથ સબકા વિકાસ સૂત્ર અંતર્ગત ત્રણ વર્ષમાં સરકારે કરેલી કામગીરીથી લોકોને વાફેક કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સમાજ અને ક્ષેત્ર માટે કરવામાં આવેલી કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ તકે કેન્દ્રીય મંત્રી લોકોને સંબોધન કરશે.

Comments
Loading...
WhatsApp chat