મોરબીની એતિહાસિક ધરોહર બની વોલ પેઈન્ટીગમાં આકર્ષણનું કેન્દ્ર




આજે ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ મોરબી શહેર રાજાશાહી વખતથી સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવે છે અને મોરબીમાં રાજાશાહી શાસનમાં બનેલી એતિહાસિક ઈમારતો આજેય મોરબીનું ગૌરવ વધારી રહી છે જે એતિહાસિક ધરોહરને નવા બનેલા ફ્લાય ઓવરની દીવાલો પર રંગોમાં ઉતારી આકર્ષણરૂપ બનાવી છે.
મોરબીની માળિયા ફાટકે કાયમી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલરૂપે આખરે ઓવરબ્રીજ મંજુર કરીને ઓવર બ્રીજ બનાવવામાં આવ્યો છે જે ઓવરબ્રીજની દીવાલો ખાલીખમ ભાસતી હોય જેથી મોરબીના જાણીતા પેઈન્ટર એ. વાઘેલાએ આ દીવાલોમાં રંગ પૂરી દિવાલોને સુશોભિત કરી રહયા છે મોરબીની એતિહાસિક ધરોહર સમાન મણી મંદિરની આબેહુબ પ્રતિકૃતિ વોલ પેઈન્ટીગમા ઉતારી દિવાલોને સુંદર બનાવી દીધી છે તે ઉપરાંત મોરબીનો પાડાપુલ અને મોરબીના નળિયા ઉદ્યોગની પ્રતિકૃતિ પણ બનાવાઈ રહી છે જેથી દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો માટે મણીમંદિરનું આ પેઈન્ટીગ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.



