સીમ્પોલો સિરામિક દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

મોરબીમાં સિમ્પોલો સિરામિક દ્વારા ત્રાજપર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ રસ્તાઓની સફાઈ હાથ ધરી હતી.

સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપવાના ભાગ રૂપે મોરબીના સીરામીક ક્ષેત્રે ઉચ્ચ નામના ધરાવતા સિમ્પોલો સીરામિક દ્વારા ત્રાજપર ચોકડીએથી હાઉસિંગ સર્કલ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને રોડની બન્ને બાજુ સાફ સફાઈ કરી હતી.
સિમ્પોલો સીરામિક્સના ડાયરેક્ટર ભરતભાઈ અઘારાએ જણાવ્યું હતું કે સિમ્પોલો ગ્રૂપના ચેરમેન જીતુભાઇ અઘારાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અને એસ.પી.નો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહિનામાં એક વાર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.ભરતભાઈએ મોરબીના અન્ય સીરામીક એકમોને પણ આ રીતે સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

Comments
Loading...
WhatsApp chat