



મોરબીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંબિકા રોડ પરના ગણેશ મહોત્સવમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા જેનો ભક્તોએ લાભ લીધો હતો
મોરબીના અંબિકા રોડ પર રહ્જેતા વિનોદભાઈ ઠક્કર પરિવાર દ્વારા છ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ચાલુ વર્ષે ગણપતિ મહોત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગન્પતીમાંહારાજને ૫૬ ભોગ અન્નકૂટ ધરાયો હતો જે દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો
તે ઉપરાંત મોરબીના દરબાર ગઢ નજીક રાધેશ્યામ ગ્રુપ દ્વારા સ્વામીનારાયણ મંદિર સામે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિયમિત પૂજન અર્ચન અને આરતી ઉપરાંત વિવિધ ધાર્મિક મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે



