મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવે છે.વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે ઇન્ડિયન લાયોનેશ ક્લબ દ્વારા શાળામાં શિક્ષણનું મહત્વ, ગામડાઓમાં પછાત લોકોને બુંદીના લાડુ સહિતનું વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવે છે.જેમાં વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટમાં મધરટેરેસા બાલમંદિર ખાતે અક્ષરજ્ઞાન, ગમ્મત સાથેં જ્ઞાન,વિજ્ઞાન-ટેકનોલોજી અને શિક્ષણનું મહત્વ વિધાર્થીઓને સમજવવામાં આવ્યું હતું તથા કેક કટિંગ કરીને ગરમ નાસ્તો વિધાર્થીઓને આપવામાં આવ્યો હતો.આ તકે ઓમ શાંતિ સ્કુલના માજી પ્રિન્સીપાલ અને હાલ નાલંદા વિધાલયના એચઓડી મેહુલભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પછાત વિસ્તારમાં ૧૦ કિલો બુંદીના લાડવા અને ગાંઠીયા સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે ઇન્ડિયન લાયન્સ કલબના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસનીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયોનેશ ક્લબના પ્રમુખ શોભાનાબા ઝાલા, ઉપપ્રમુખ પ્રીતિબહેન દેસાઈ, સેક્રેટરી શેતલબા જાડેજા, મયુરીબહેન કોટેચા, ધ્વનીબહેન, જયશ્રીબહેન વોરા, પૂનમબહેન, રમાબા, મનીષાબહેન ખજાનચી, ભારતીબહેન પુજારા અને પૂર્વીબહેન શાહે જહેમત ઉઠાવી હતી.

 

 

 

Comments
Loading...
WhatsApp chat