Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લા માલધારી સમાજ દ્રારા 26 મી નવેમ્બર ના રોજ વિશ્વ માલધારી દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વ મા 26મી નવેમ્બર માલધારી દિવસની ઊજવણી થતી હોય તેના ભાગ રૂપે મોરબીમાં પણ માલધારી દિવસ ઊજવવાનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીમા માલધારી સમાજની આસ્થાનુ પ્રતિક મચ્છુ માતાજી મંદિરે મચ્છુમાતાજી તેમજ પુનિયા મામાને પુષ્પોથી ફુલહારથી વંદના કરવામાં આવશે

મોરબી જીલ્લા માલધારી સમાજ દ્વારા તા. ૨૬ ના રોજ વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે મચ્છુ માતાજી મંદિર ખાતે માતાજીને પુષ્પોથી વંદના કર્યા બાદ રેલ્વે સ્ટેશનની બાજુમાં આહિર માલધારી સમાજનુ આસ્થા નુ પ્રતિક એવા પોતાના બલિદાનનો ઊજળો ઇતિહાસ બોલે છે એવા ખમીરવંતા ભોજાબાપા મકવાણાની સ્મૃતિની પ્રતિમાને દુધાભિષેક જલાભિષેક અને ફુલોથી પુષ્પવંદના કરી આર્શિવાદ મેળવીને માલધારી દિવસ ઊજવવામા આવશે

સમગ્ર વિશ્વમાં માલધારી દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 2010 દરમિયાન માલધારી સમાજના સંવેદનશીલ આગેવાન લાલજીભાઈ દેસાઇ એ મેરા/બહુચરાજી મુકામે સૌ પ્રથમ વખત વિશ્વ માલધારી સંમેલનનુ આયોજન કરેલુ હતું જેમા રબારી-ભરવાડ-આહિર-ચારણ માલધારી દુનિયાના 32 દેશોના માલધારી સમાજ એકઠો થયેલ અને માલધારીયત ને ટકાવવા અંગે ચર્ચા કરવામા આવેલ આ કાર્યક્રમ ના અંતિમ દિવસે એટલે કે વર્ષ 2010 ના રોજ 26મી નવેમ્બર અમદાવાદ ગાન્ધિ આશ્રમ ખાતે એકઠા થયેલા દેશ વિદેશથી આવેલા માલધારીઓ ની ઉપસ્થિતિ અને સંમતિથી આ દિવસ ને વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

Comments
Loading...
WhatsApp chat