માળીયામાં પર્યાવરણ દિનની ઉજવણી સંદર્ભે કાર્યક્રમ

આનંદી સંસ્થાના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ યોજાશે

માળિયા (મી.)ના ખાખરેચી ગામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.સરકારના વિભાગો અને સેવાકીય સંસ્થાના ઉપક્રમે તા.૧ થી ૫ સુધી પર્યાવરણ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમ નીચે શરૂઆત કરવામાં આવી છે મોરબી તથા માળિયા (મી.) વિસ્તારમાં કાર્યરત આનંદી  સંસ્થા ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા પર્યાવરણ વિકાસ કેન્દ્ર દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજથી ચાર દિવસ સુધી ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અને સફાઈ અંગેના બાળકો દ્રારા કાર્યક્રમ યોજાશે.જયારે તા.૫ ના રોજ સવારે ખાખરેચી ગામ ખાતે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ ની ઉપસ્થિતિમાં પર્યાવરણ જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પર્યાવરણ મહત્વ સમજાવા નાટકો ,ગીત તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ પણ યોજાશે.

 

Comments
Loading...
WhatsApp chat