Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રામધન આશ્રમમાં ધાર્મિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી

થાનના જોગ આશ્રમમાં વિવિધ કાર્યક્રમો

મોરબીના રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરીબેન, રતનબેનના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવપૂજા, રામધુન ઉપરાંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાં વવાણીયા રામબાઈ માં જગ્યા મહંત જગનદાસબાપુ, મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિતના સંતો મહંતો તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તે ઉપરાંત થાનના જોગ આશ્રમ ખાતે ધ્વજારોહણ સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબીના શાસ્ત્રી આશિષભાઈ શુક્લના નેજા હેઠળ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી અને સુખરામ બાપુ રામ મહેલ મોરબી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઠાકર લોજવાળા રાજુભાઈ ઠાકર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને ભક્તોએ જોગ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Comments
Loading...
WhatsApp chat